જિંદગીમાંથી તો, મારે કંઈક લેવું, જિંદગીને તો કંઈક દેવું છે
જિંદગી તો દેતીને દેતી રહી છે, અનુભવ ને અનુભવ
જિંદગી દેતી રહી છે તો અનુભવ, જિંદગીને ખૂશ્બુ દેવી છે
જિંદગીએ દીધા સંબંધો, સંબંધોને જીવનમાં મીઠાશ દેવી છે
જિંદગીએ દીધી છે મોતની મુસાફરી, સારી રીતે પૂરી એને કરવી છે
જિંદગીએ દીધું છે કર્મોનું પટાંગણ, કર્મોને નામશેષ એમાં કરવા છે
જિંદગીએ દીધી છે સમજણ, સમજણનું અમૃત જીવનને પાવું છે
જિંદગીએ દીધા છે શ્વાસો, શ્વાસો સાર્થક જગમાં તો કરવા છે
જિંદગીએ દીધી લંગાર પળોની, હરેક પળની કિંમત એને દેવી છે
જિંદગીએ દીધું ઘણું ઘણું, ઘણું ઘણું જિદગીને તો દેવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)