બની ગયા જીવનમાં તો પ્રભુ માયાના દાસ અમે તો પ્રભુ
બની શક્યા હોત દાસ તમારા જીવનમાં, તો કેટલું સારું
બની ગયા રઘવાયા, જીવનમાં બનીને દુર્ગુણોના દાસ અમે પ્રભુ
બની ગયા હોત જીવનમાં જો, સદગુણોના દાસ, તો કેટલું સારું
મળ્યો ના હિસાબ જીવનમાં, અમને અમારા કર્મોનો રે પ્રભુ
રાખ્યો હોત જો અમે, અમારા કર્મોનો હિસાબ તો કેટલું સારું
રચ્યા-પચ્યા રહ્યાં અહંમાં જીવનમાં સદા અમે તો પ્રભુ
ડૂબ્યા રહ્યાં ના હોત અહંમાં જીવનમાં તો અમે, તો કેટલું સારું
તડપી રહ્યું છે હૈયું જીવનમાં તો, તમારા વિયોગે રે પ્રભુ
થઈ ગઈ હોત જીવનમાં, એકવાર મુલાકાત તમારી, તો કેટલું સારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)