કોણ મોટું છે, જગતમાં તો કોણ મોટું છે
જગાવી જગાવી ઇચ્છાઓ, જગમાં સહુ નાનું બનતું આવ્યું છે
રાખી વશમાં ઇચ્છાઓ, બન્યા ના આધીન, જગમાં એ તો મોટું છે
માગી માગી જીવનમાં તો સહુ, નાનું ને નાનું બનતું આવ્યું છે
ભગવાન પાસે પણ જે માંગતા નથી, જીવનમાં એ તો મોટું છે
ભૂલોને ભૂલો કરનારા, અન્યની ભૂલો પર તો ચડી બેસે છે
જગમાં ભૂલોને ભૂલનારા ને માફ કરનારા જગમાં તો મોટું છે
મુસીબતોની સામે મસ્તક ઝુકાવી દેનાર જગમાં તો નાનો છે
મુસીબતોનો હસતા હસતા સામનો કરનાર તો જગમાં મોટો છે
ચિંતામાને ચિંતામાં ડૂબ્યો રહેનાર તો જગમાં નાનો છે
ચિંતા સોંપી બધી પ્રભુને, જીવનમાં મસ્ત રહેનાર મોટો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)