આજ તો છે જીવનની તો હકીકત, આજને જીવનમાં તો તું સ્વીકારી લે
વાસ્તવિક્તા તો છે જીવનની ધરતી, જીવનમાં વાસ્તવિક્તાને વણી લે
પ્રેમ નથી તો કાંઈ વસ્તુ પુરાણી, છે અંતરની ધારા, જીવનમાં એને વણી લે
છે હેતુસર જગમાં આગમન તો તારું, જગનો હેતુ તો તારો પૂરો કરી લે
આજની વાતને કરજે તું આજ પૂરી, ના કાલ ઉપર એને તું ધકેલી દે
આ જનમનું કર્તવ્ય, કરજે આ જનમમાં પૂરું, ના બીજા જનમ ઉપર છોડી દે
કરી રાતદિવસ મહેનત, લાવ્યો આજ હાથમાં, પાણી ના એના ઉપર ફેરવી દે
તરસ લાગી છે જ્યાં આજ તને, જળનો પ્રબંધ તો તું આજને આજ કરી લે
વીત્યો ભૂતકાળ વિચારમાં, ફેરવવા હકીકતમાં, અમલ એનો તું આજ કરી લે
કરવા કાલને ચરિતાર્થ જીવનમાં, આજને જીવનમાં ના હાથમાંથી સરકવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)