ચેત ચેત નર જગમાં તો તું, ઘેરાયેલો છે દુશ્મનોથી તો તું
કઇ દિશામાંથી કરશે ઘા તારા ઉપર, જાણતો નથી એ તો તું
ચેતતો નર સદા સુખી, ભૂલી ના જાતો જીવનમાં આ તો તું
રહેજે જાગૃત સદા તું જીવનમાં, ના શિકાર બની જાજે એનો તો તું
ભોળાના છે ભલે ભગવાન, દુશ્મન સામે જગમાં, ભોળો ના રહેતો તું
ઘા સહન કરી કરી જીવનમાં, જોજે જીવનમાં ના તૂટી જાય એમાં તો તું
દુર્ગમતાના પહાડો ચડી, પાર કરવા જીવનમાં જ્યાં નીકળ્યો છે તો તું
ચેતીશ નહીંને રહેશે જો ઊંઘતો, જાશે ઝડપાઈ ઊંઘતો એમાં તો તું
એક નથી દુશ્મન કાંઈ, છે ચારે દિશાઓમાં ફેલાયેલા, જાગૃત રહેજે એથી તો તું
લૂંટી લેશે સુખચેન તારું, કરશે ઘા જીવન પર તારા, જાજે બચી એમાંથી તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)