હતું હતું તો ઘણું ઘણું તો પાસે, સાચું કહેવાની હિંમત તો ના હતી
રહી રહી આવતા હતા તો વિચારો, વિચારો કહેવાની હિંમત તો ના હતી
દૃષ્ટિએ દૃષ્ટિએ તો જોવા હતાં દૃશ્યો, એ દૃષ્ટિની સૃષ્ટિ તો ક્યાં હતી
સાંભળવા હતા જીવનમાં, તો જે શબ્દો, બોલનાર એના તો ક્યાં હતા
ભાવે ભાવે તો ભિંજાવું હતું તો જગમાં, એવા ભાવો તો હૈયાંમાં ક્યાં હતા
આપવો હતો આરામ તો પગને, જીવનમાં જગમાં એવું સ્થાન તો ક્યાં હતું
દુઃખદર્દ કરવું હતું ખાલી તો જગમાં, એવું દિલ જગમાં તો ક્યાં હતું
કરવું હતું સન્માન, આવકારવા હતા તો જેને, એવી વ્યક્તિ તો ક્યાં હતી
નજરે નજરથી ઝુકાવતા હતા તો નયનો, એવી શરમ નયનોમાં ક્યાં હતી
કરવી હતી વાત પૂરી તો દિલની, એવું સાંભળનાર તો ક્યાં હતા
હતું જગમાં તો બધું ને બધું, એવું શોધવાની તો તૈયારી ક્યાં હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)