ભર્યું ભર્યું છે દર્દ તો દિલમાં, છુપાવશો એને તો ક્યાં સુધી
જોઈ છે થાતાં હાલત એમાં તો બૂરી, જુઓ છો રાહ હવે તમે શાની
ભર્યું છે દર્દ જીવનમાં ભલે, નથી પાસે દવા, એની તો કાંઈ તારી
બની બની દર્દે દર્દે, દીવાનો, ફરીશ તું જગમાં, હાલત એ કાંઈ સારી નથી
ગમ્યું છે દર્દ એ તો જીવનમાં, બતાવે છે, જ્યાં એને તો તેં ફેંકયું નથી
હતો ના સજાગ તું જગમાં, પ્રવેશ્યું દર્દ દિલમાં, એના વિના એ આવ્યું નથી
હવે તું એવો રહ્યો નથી, રસ્તા તારા એમાં બદલાયા વિના રહ્યાં નથી
કોઈ કહે ના કહે, તું એ તો સમજ જે, હાલત પહેલાં જેવી તારી રહી નથી
એ દર્દની પ્યાર તો મંઝિલ છે, પ્યાર વિના દર્દ એ અટકવાનું નથી
રહી સમયની સાથમાં વહાવજે પ્રેમની સરિતા, રસ્તા એ વિના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)