ગુમાવીશ તારા દિલનો જો સાથ, જગમાં તો પૂછશે બીજું કોણ તને
દોડયો કંઈક વાર એની પાછળ તું, દોડાવ્યો કંઈક વાર તેં તો એને
એકમેકની કડી બનાવી, કાપ્યો રસ્તો જીવનનો, વાંધો પડયો હવે શું તને
રોકાયો જ્યાં જ્યાં તું, રોકાયું ત્યાં એ, એકલવાયો ગણે છે તને તું શાને
એના વિનાની મુસાફરી, બનશે અઘરી, કરે છે કોશિશ વિસરવા એને શાને
દુઃખમાં જીવનમાં સાથ દીધો, સુખમાં ભૂલે છે હવે એને તો તું શાને
ઘા પર ઘા, જીલ્યા જીવનમાં એણે, થોડી દોડાદોડીમાં અકળાઈ ગયો શાને
દુઃખદર્દ કરી સહન, પ્રેમમાં એ ભિંજાયું, ઊજવવા દીધો ના જામ કેમ તેં એને
તું દોડયો ત્યાં એ ગયું, એ જ્યાં દોડયું, સાથ દેવો છોડી, છોડયું એને તેં શાને
આરંભથી અંત સુધી, રહેવા ચાહે છે સાથે, ભૂલજે ના જીવનમાં તું એને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)