અહીં પણ એજ છે, બધે તો એનું એજ છે
કામનાઓનો ખળભળાટ, બધે તો એનો એજ છે
દુઃખદર્દ પડાવે આંસુ અહીંયા, પડાવે ત્યાં, બધે એના એજ છે
હૈયાંની આળી ધરતી પર વાગે, જીવનમાં જ્યાં ઘા શબ્દના
હચમચાવે એ હૈયાંને, અહીંયા પણ એજ છે, બધે પણ એજ છે
ભાવનાના પૂર અહીંયા ઊછળે જે, ત્યાં પણ એજ ઊછળે છે
ખેંચાય હૈયું જે અહીંઆ, ખેંચાય એ ત્યાં, હૈયું એનું એજ છે
વીંધાય હૈયું અહીં કે વીંધાય ત્યાં, શબ્દ ફેર છે, તલસાટ એજ છે
ખટકે હૈયાંમાં કોઈ કાંઈ, બડબડાટ અહીં પણ એજ છે શબ્દ ફેર છે
ચમકે ચંદ્ર અહીં, કે જગમાં કોઈ ભી ખૂણે, તેજ એનું એજ છે
હાસ્ય રૂદનના ભાવોમાં નથી ફરક, બધે એ તો એની એજ છે
શૂન્ય અહીં પણ એજ છે, ના ક્યાંય ફરક છે, બધે એનું એજ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)