નાંખીશ બાધા ભલે રે તું, લગાડીશ વાર, એમાં તું આપણા મિલનમાં
કરીશ વ્યાજ સાથે વસૂલાત એની તો પ્રભુ, હું તો પાસે તો તારી
છીએ જીવ અમે તો માયાના, છે માયાની ગણતરી બધી તો અમારી
નાંખીશ બાધા તો, જ્યાં તું ગણીને તારી, ગણશું અમે એને તો પ્યારી
મિલનની પૂરપાટ દોડતી ગાડીને રોકતો ના તું, નથી શું તને મિલનની ઇંતેઝારી
વીતી કંઈક પળો, વીત્યા કંઈક જન્મો, મિલનની ઘડી હજી તો નથી આવી
બદલાયા કંઈક રૂપો મારા, બદલાયા ના તારા, શોભા નથી એમાં કાંઈ તારી
હર વખત ને હરઘડી ઊભી, છે તો સદા, મિલનની ફરિયાદ તો અમારી
જગાવે કંઈક વાર નિરાશા, આળા હૈયાંમાં, દેજે ઘા એના એમાંથી તો ભગાડી
શું કહું શું ના કહું, કરે છે તારું ને તારું ધાર્યું તું તો, છે રીત તારી એ તો ન્યારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)