એકડો પ્રેમનો જીવનમાં ના ઘૂંટયો, મેળવી ના શક્યો પ્રવેશ પ્રભુને દરબાર
ઘૂંટું ઘૂંટુંને રહી જાય ખામી એમાં, ક્યાંથી પહોચું હું તો પ્રભુના પ્રેમને દરબાર
રહ્યાં કપાતાને કપાતા, પ્રેમના રે એકડા પડી જ્યાં, ઉપર તો એના, માયાની તલવાર
ઘૂંટયો ના ભલે મેં એકડો તો એનો, મારા જીવનનો રહ્યો તોયે એ સૂત્રધાર
પ્રેમના એકડાને સમજી તો ના શક્યો, હતું જીવનનું મારું એ મોંઘેરું હથિયાર
ના સમજ્યો પ્રેમને, સમજાય ક્યાંય, પ્રભુપ્રેમ તો છે જીવનનો આધાર
જનમોજનમનું, જગ તો બન્યું છે રહેઠાણ, નથી કાયમનું કાંઈ એ ઘરબાર
પ્રેમ તો છે હૈયું તો પ્રભુનું, ચાલે છે ને ચલાવે છે, પ્રભુ પ્રેમથી વ્યવહાર
ઘૂંટાતો તો એકડો, પાકો તો પ્રેમનો, લગાડશે ના પ્રભુ, દર્શન દેવામાં તો વાર
લાગી છે વાર ભલે તને, લગાડતો ના હવે વાર, પહોંચવા પ્રભુના પ્રેમના દરબાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)