રહ્યાં વફાદાર જીવનમાં કર્મો તો અમને, અમારાને અમારા
કરી કોશિશો સોંપવા પ્રભુને, રહ્યાં પાસે અમારી, હતા અમારાને અમારા
કદી આપી સફળતા, નિષ્ફળતા, હતા એ તો જ્યાં અમારાને અમારા
જીવનમાં સહુ છોડીને ગયા, રહ્યાં કર્મો સાથેને સાથે, અમારાને અમારા
જનમોજનમનો સંગ એનો, છે એની સાથે તો, નાતો તો જુદો
છોડી છોડી ચાલુ જ્યાં આગળ, કરી પીછો છોડેને મને એ અમારાને અમારા
કરવી ફરિયાદ ક્યાંથી, હતા જન્મદાતા એના, હતા એ અમારાને અમારા
કનડે કે પજવે, સહન કરવું રહ્યું, જ્યાં હતાં એ તો અમારાને અમારા
જન્મ વખતે લાગ્યા હતા એ પ્યારા, હવે એ કહેવું કોને, હતા અમારાને અમારા
છોડયા ના કર્મોએ અમને, ના કર્મોને અમે, વફાદારીની ગાંઠથી જ્યાં બંધાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)