કોઈ કાયમ સાથે નથી રહેવાનું, કોઈ કાયમ સાથે નથી આવવાનું
સમયે તો બાંધ્યા છે સહુને સાથે, સમય સહુને તો છૂટા પાડવાનું
કોઈના વિના અટક્યું નથી જગ કોઈનું, જગ તો સહુના વિના ચાલવાનું
સહુની ઇચ્છા ને વૃત્તિ હોય છે જુદા, સહુ એમાંને એમાં તો ટકરાવાનું
આવ્યું નથી કોઈ કોઈની સાથે જગમાં, કોઈ કોઈની સાથે નથી જવાનું
જનમથી રહ્યાં છે શ્વાસો તો સાથે, પડશે એક દિવસ એને અટકી જવાનું
ખેલ ખેલશે કિસ્મત સહુની સાથે જુદા, પડશે સહુએ ભોગ એના બનવાનું
પ્રીતે પ્રીતે પ્રીત બંધાય, લાગ્યું ત્યારે પોતાનું, સાચું શું જગ એ તો જોવાનું
જનારાને તો જગ જોશે, એ રૂપે ફરી પાછું ના કોઈ તો આવવાનું
મળ્યું હતું તન બદન તો જગમાં, જાતા પડશે જગને પાછું સોંપવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)