સોંપ્યો છે કર્મનો દોર માનવના હાથમાં કર્યા કર્મો તો જેવા જેણે
પ્રભુ એમાં તો શું કરે, પ્રભુ એમાં તો શું કરે
ના જોયા કર્મો માનવે જીવનમાં એનાં, પરિણામે અકળાયો એમાં તો એ
ઇચ્છાને ઇચ્છાઓના ઇંધણથી, રહ્યો જીવનમાં માનવ તો કર્મો કરતો
હાથ માનવના જ્યારે હેઠાં પડે, કરવા ફરિયાદ પ્રભુ પાસે એ તો દોડે
સુખ સંપત્તિના મોહ ના ઓછા કરે જીવનમાં બસ એ ભેગુંને ભેગું કરતો રહે
કુદરત સદા ઇશારા કરતી રહે તોયે માનવ તો અહંમાં તો ડૂબતો રહે
ઠોકરો ખાઈને ખાઈને પણ માનવ, જીવનમાં તો જો ના સમજે
હરેક કાર્યો માનવ તો કરતો રહે, અહંનો વધારોને વધારો એ કરતો રહે
પ્રેમની આવશ્યક્તા માનવ સમજે, તોયે માનવ જીવનમાં વેર ના છોડે
પ્રભુને માનવ, કર્મોની લાચારીના બંધનોની ફરિયાદ તો કરતા રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)