કારણ વિના તો જગમાં, કાંઈ નથી બનતું
કારણો ને કારણોના કારણથી રહ્યું છે ચાલતું
ઉંમર વિના હૈયામાં, પ્યારનું પુષ્પ તો ખીલ્યું
દૃષ્ટિમાં જે નથી સમાયા, હૈયામાં નથી એ સમાઈ શકતું
પ્રેમ ને પ્રેમનાં સ્પંદનો, ઝીલી રહ્યું છે જગમાં હૈયું
ઝીલ્યાં ના સ્પંદનો જે હૈયાએ, હૈયું કહેવા લાયક ના રહ્યું
પ્રભુને જગમાં, કોઈને દુઃખી રાખવું તો નથી ગમતું
કર્મોએ ને કર્મોએ, પ્રભુને કારણ એનું તો દીધું
સ્વાર્થ ને સ્વાર્થથી રહ્યું છે હૈયું જગમાં તો ભરેલું
સ્વાર્થ ને સ્વાર્થમાં રહ્યું છે જગ ચાલતું ને ચાલતું
સ્વાર્થે ને સ્વાર્થે ખંખેરી નાખ્યું છે આળસનું બિંદુ
સંબંધ બંધાયા ને તૂટયા, હતો સ્વાર્થ એમાં કેંદ્રબિંદુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)