સાચવીને ચાલજે, તું સમજીને ચાલજે (2)
છે સમજણ તો જીવનનો આધાર, ના જીવનમાં એ ગુમાવજે
આવશે જીવનમાં, ચડાણ અને ઉતરાણ તો ઝાઝાં
સમજીને ડગલાં તો તું તારાં ભરજે, સમજણના આધારને સાથે રાખજે
નિર્ણય માંગશે પૂરી સાવચેતી તારી, ઓછું ના એમાં લાવજે
હિંમત વિનાના વિચાર શા કામના, બધું તો વિચારીને કરજે
નરમાશ ભરેલી સખ્તાઈ શા કામની, વિચારીને સખ્ત બનજે
કાખમાં છે ઘોડી, મંઝિલ છે લાંબી, ગતિ તારી સમજીને વધારજે
રસ્તા છે અજાણ્યા, પહોંચવું છે જરૂર, સમજીને સાચવીને ચાલજે
પસ્તાવું નથી જીવનમાં તો જ્યારે, સાચવીને-સમજીને ચાલજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)