પ્રીત બાંધી હતી, ગઈ હતી પુરાઈ એ તો કેદમાં
ચારે દિશાઓમાં હતી દીવાલો, પડી રહી આંસુઓ વચમાં
એક એક આંસુઓમાં તો એના, હતી પ્રીત તો ઘૂંટાઈ એમાં
એના ઊના ઊના ઝરણામાં, હતી દિલને પિગળાવવાની તાકાત એમાં
થીજી ગયાં જે આંસુઓ, હતી ભભૂકતી જ્વાળા એની તો દિલમાં
હલાવી નાખવા તો જગને, હતી તાકાત તો એની વરાળમાં
હતી ના તાકાત પર્વતોમાં, હતા અસમર્થ ઘા એના ઝીલવામાં
હતી વ્યસ્ત એ એના વિચારોમાં, હતી ના કાંઈ એની ફુરસદમાં
કદી આસમાનને પહોંચવા મથતી, કદી સાગરના તળિયામાં છુપાવવામાં
એવી પ્રીત બંધાઈ હતી, ગઈ હતી ઘૂંટાઈ એ તો કેદમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)