શું દુશ્મનો છે ઓછા જીવનમાં, તારી જાતને દુશ્મન બનાવી, શાને એમાં કરે છે વધારો
કરી દુશ્મનાવટ ઊભી, ના પૂછ્યું કોઈને, ચાહો છો આવે એમાં તો સુધારો
કરી દુશ્મનાવટ ઊભી, હરાઈ જાશે શાંતિ, વ્યર્થ લો ના આવો તો ઉપાડો
પ્રેમના સંગમાં કરો જીવનવાડી લીલી, કરી દુશ્મનાવટો ઊભી, વાડી ના ઉજાડો
લડી શકશો બહારના દુશ્મનો સાથે, બનાવી ના જાતને દુશ્મન, જાતને સુધારો
નામ દઈ દઈ ધરમના તો જીવનમાં, જાતને એમાં હવે તો ના ફસાવો
રુઝાશે ઘા મારશે શત્રુ બહારના, મારશે ઘા શત્રુઓ અંતરના ના એ રુઝાશે
બહારના શત્રુ આવશે જલદી નજરમાં, શત્રુ અંતરના, ના જલદી નજરમાં આવશે
લડવા બહારના શત્રુ સામે સાથ મળશે, લડવા અંતરના શત્રુ સામે સાથ કોનો લેવાના
કરજે ના એથી તો તું જીવનમાં, જગમાં તો જીવનમાં દુશ્મનો નો વધારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)