નાખવા દીધા દુઃખદર્દને ધામા તો જ્યાં તારા દિલમાં
રચાઈ જાશે કુરુક્ષેત્ર તારું ને તારું તો તારા દિલમાં
હશે અવગુણો ને સદ્ગુણોની સેના સામસામી, હશે તું વચમાં
હશે સ્થિતિ તારી અર્જુન જેવી અનિર્ણીત શું કરવું શું ના કરવામાં
હશે બંને તો તારા ને તારા, હશે મૂઢ બની ઊભો બેની વચમાં
લાવ્યા હતા, પ્રભુ રથ વચમાં, ઓળખ બંનેની તો કરાવવા
અપાવી યાદ નિજ ધરમની, કર્યો તૈયાર યુદ્ધ લડવા યુદ્ધમાં
લાદ્યો ના નિર્ણય પ્રભુએ, કરી મદદ એણે નિર્ણય લેવામાં
દીધું જ્ઞાન ત્યારે એણે ગીતાનું, હતો અર્જુન એકચિત્ત પચાવવામાં
કરી દીધી શંકાઓ બધી દૂર, કરી ના મદદ હાથ જોડી બેસવામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)