કરવું છે જીવનમાં તો ઘણું ઘણું, જીવનમાં તો શું કરવું એ ભૂલવું નથી
જીવન તો છે ચાર દિવસની તો ચાંદની, જીવનમાં તો એ ભૂલવું નથી
મળ્યો છે માનવદેહ સાર્થક કરવા જગમાં, જીવનમાં તો એ ભૂલવું નથી
ફસાયા જગમાં તો કર્મમાં, હવે માયામાં ફસાવું નથી એ તો ભૂલવું નથી
સુખદુઃખ તો છે જીવનની છાયા, નામ પ્રભુનું એમાં તો ભૂલવું નથી
પ્રેમ તો છે જગમાં જીવનમાં રસ તો પ્રભુનો, જીવનમાં એ તો ભૂલવું નથી
પ્રભુના ઉપકાર નીચે જીવે છે સહુ તો જગમાં, જીવનમાં એ તો ભૂલવું નથી
હરેક રૂપમાં જોવાના છે પ્રભુને તો જગમાં, જીવનમાં એ તો ભૂલવું નથી
ઉગાડવું છે જીવનમાં તો જીવનનું તો સુપ્રભાત, જીવનમાં એ તો ભૂલવું નથી
ધરવા પ્રભુનું ધ્યાન, કરવા પ્રભુનું કામ, પામવી મનની સ્થિરતા, એ તો ભૂલવું નથી
ભૂલવું નથી, ભૂલવું નથી, કરવું છે જીવનમાં ઘણું ઘણું કામ, એ તો ભૂલવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)