આવી ઊભશે તારા દિલની રે મૂર્તિ, આંખ સામે તો જ્યારે
તારા દિલના ભાવોને, તારા દિલમાં છુપાવી ના શકશે ત્યારે
તારા મનને મનગમતું રે મુખડું, આંખ સામે દેખાશે જ્યારે
પૂજવા હશે દિલમાં દિલથી જેને, આવી ઊભશે આંખ સામે એ જ્યારે
જેના શબ્દો સાંભળવા તલસતું હતું હૈયું, આવી ઊભે આંખ સામે જ્યારે
હતી અંતરમાં જે પ્રેરણાની મૂર્તિ, આવી ઊભે એ આંખ સામે જ્યારે
કરી કોશિશો મળવા જેને મળી નાકામિયાબી, આવી ઊભે સામે એ જ્યારે
જેને મળતાં રહે ના દિલ હાથમાં, આવી ઊભે એ આંખ સામે જ્યારે
ધાર્યું હતું જેવું પરિણામ જીવનમાં, આવી ઊભે એ આંખ સામે જ્યારે
આવ્યા આવ્યાના વાગે ભણકાર હૈયામાં, આવી ઊભે એ આંખ સામે જ્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)