પૂર્ણવિરામ પામતાં પહેલાં, રહ્યો છે કરી રે માનવ, તો કંઈક અલ્પવિરામ
આનંદ એ તો પામ્યો, મળ્યા જીવનમાં તો જ્યાં એને, તો કંઈક અલ્પવિરામ
પૂર્ણપ્રેમ પામવા જીવનમાં, શોધી રહ્યો છે જગમાં માનવ કંઈક વિરામ
પૂર્ણપ્રેમને પહોંચવા માનવ લેતો ને લેતો રહ્યો છે તો કંઈક અલ્પવિરામ
ચૂકી ગયો જીવનની તો કંઈક મંઝિલો, લેતો ને લેતો રહ્યો અલ્પવિરામ
રહ્યા વધતા ને વધતા જ્યાં અલ્પવિરામ, પામી ના શક્યો જલદી પૂર્ણવિરામ
ફંટાતા ને ફંટાતા ગયા જ્યાં અલ્પવિરામ, દૂર ને દૂર રહ્યો ત્યાં પૂર્ણવિરામ
કાપવા પૂર્ણવિરામનો પથ ચડશે કાપવા જીવનમાં, અંતરમાં તો કંઈકના પૂર્ણવિરામ
રહેશે ઊછળતાં મોજાં અલ્પવિરામનાં તો હૈયામાં, મળશે ક્યાંથી જીવનમાં પૂર્ણવિરામ
પૂર્ણવિરામ વિના મળશે ના આરામ, સમાવેલા છે પૂર્ણવિરામમાં પૂર્ણઆરામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)