દિલે તો જ્યાં દિલમાં દિલથી બગાવત કરી, ચંદ્ર જોવા ગયો રાહ ચૂકી
ખીલી હતી મુખ પર તો એની એવી ચાંદની, ચંદ્રે દીધું મોં વાદળમાં છુપાવી
ગયો સપનાં બધાં એમાં એ વીસરી, આંખ સાથે જ્યાં આંખ એની મળી
રચાઈ ગઈ ત્યાં દિલમાં અનોખી સૂરોવલિ, ગયા દિલના તાર એમાં ઝણઝણી
ભર્યો હતો દિલમાં તો દિલનો સંસાર, દિલે દિલથી તો એમાં બગાવત કરી
હતી દિલની વાડી ગઈ ત્યાં ઉજ્જડ બની, હતી પાછી એને સજાવવી
કરી ના શકે દરવાજા બંધ દિલના બધા, જાય દિલ એમાં તો ગૂંગળાવી
હતી જોરદાર અસર એની તો એવી, હતું સાનભાન બધું એમાં ભુલાવી
દુઃખદર્દની અસર ગયું બધું ભૂલી, છવાઈ ગઈ મુખ પર જ્યાં સુખની લ્હેરી
રહ્યું ના હાથમાં દિલ તો ત્યારે, દિલે દિલથી તો દિલમાં ત્યાં બગાવત કરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)