પૂછ ના જગમાં અન્યને, જાણી લે સમજી લે દિલથી કોણ કેવું છે
કરશે વાતો ભલે મીઠાશથી, જાણી લે હૈયામાં ઝેર કેટલું તો ભર્યું છે
પ્રેમની કરશે વાતો તો મોટી, જગની રીત તો આવી અનોખી છે
નાના ઉપકારના માગે બદલા મોટા, જાણી લે સ્વાર્થ એમાં કેટલો ભર્યો છે
લઈ લઈ ધર્મના તો ઓઠા, અધર્મમાં તો જ્યાં એ ડૂબ્યા રહે છે
પડયો એક વાર જીવનમાં તો જે, જગ ના જલદી એને ઊભો થવા દે છે
હરેક વાત તો તોલાય પૈસાથી, પૈસા વિનાની વાતો નકામી ગણે છે
વાતો કરે તો સમાનતાની, ભેદભાવ હૈયેથી તો ના હટયા છે
કરે કોશિશો ભલે ભાવો છુપાવવા, કામયાબી ના એમાં હંમેશ મળે છે
સાધન વિનાનો તો સાથિયો પૂરી, પોતે પૂરે અને પોતે ભૂંસે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)