દિલની બેકારીને આજ કરારી પામવા દો, તમારી પાસે એને આવવા દો
રાહ ભૂલેલો છે રાહી પ્રભુ, સાચી રાહ પર જીવનમાં એને તો ચાલવા દો
ખુશીમાં ખીલતું છે પુષ્પ તમારું, ખુશીમાં આજ એને તો ખીલવા દો
પ્રેમની રાહ પર ચાલવું છે એને, પ્રેમમાં પરિપક્વ તો એને થાવા દો
ગયો છે ભૂલી ખુદની તો ઓળખ, ખુદની ઓળખ હવે એને પામવા દો
રસ્તા નથી કોઈ જાણીતા તો એને, રસ્તાનો માહિતગાર એને થાવા દો
વિચારોનાં વમળોમાં રહ્યો છે અટવાતો, વિચારોનો ભાર ઓછો થાવા દો
જન્મોજનમથી રહ્યો છે ગોતતો ખુદનું સરનામું, આજ સરનામું એનું એને પામવા દો
ડૂબવું તો છે તમારા ભાવમાં જ્યાં, તમારા ભાવમાં સ્થિર રહેવા દો
તમારા વિશ્વાસે ચલાવી છે સંસાર નાવડી, એની નાવડીને ના ડૂબવા દો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)