બદલાતા ને બદલાતા જાય, જીવનમાં તો જ્યાં જીવનના તાલ
બદલાતી ને બદલાતી ગઈ, જીવનમાં જ્યાં ભાગ્યની ચાલ
કદી બની ગયા જીવનમાં, એમાં તો એવા રે કંગાલ
બની ગયા કદી તો જીવનમાં, જગમાં એવા તો બેહાલ
દઈ ગઈ પ્રકાશ કદી એ તો, જાણે હતી એ જલતી મશાલ
લાગ્યું જીવન કદી તો કુદરતની રમતનું મેદાન વિશાળ
રહ્યા આવતા યાદ પ્રભુ તમે તો, ખોલ્યું મોઢું ભાગ્યે વિકરાળ
રગદોળ્યું જીવન જ્યાં માયામાં, થયા ના એમાં તો ન્યાલ
જગને લાગ્યા એ ગાંડા, નાચ્યા નામમાં પ્રભુના લઈને કરતાલ
વ્હારે ચડયા પ્રભુ સદા એવાની, હતા પ્રભુનામમાં ખુશખુશાલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)