પ્રેમે પૂજું પૂરા પ્રેમથી રે, તારી પાવડી રે મારી માવડી
સંસાર સાગરમાં તરે છે, તારા ભરોસે નાવડી રે માવડી
તોફાન ઊઠે, નાવડી ઊછળે, સ્થિર રાખી એને રે મારી માવડી
ના કોઈ સાથી, ના કોઈ સંગાથ, તુજ મારી સાથી ને સંગાથ રે માવડી
રાતદિન તમે યાદ આવો, યાદ વિનાની વીતે ના રાતડી
વિશાળતાના પીવા તારાં વારિ, બનાવતી નથી ગલી હૈયાની સાંકડી
કહેવી છે તને વાતો, ભરી રાખી છે હૈયામાં એવી કંઈક વાતડી
હરપળે ને હરશ્વાસે, જોડવું છે નામ તારું જાળવજે નાવડી રે માવડી
સંસાર તાપે તમે જીવન અમારું, કર્મોની સગડી ઉપર જીવનની નાવડી
પ્રેમથી વિરાજો હૈયામાં અમારા માવડી, પૂજું પ્રેમે તમારી પાવડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)