ખીલે બંધાયેલ આખલો, ખીલાની આસપાસ ફરતો જાય
હશે જો ખીલો ઢીલો, ઉખેડી એને, કેર વરતાવતો એ તો જાય
છે એ તો જોમવંતો, રાખવા કાબૂમાં, ખીલે બાંધવો જરૂરી ગણાય
છે માનવમન એવો આખલો, પ્રવૃત્તિના ખીલે બાંધ્યો બંધાય
તોડયો કે ના બંધાયો ખીલે, ક્યાંનો ક્યાં જીવનને ઘસડી જાય
કરશે વિરોધ પહેલાં ખીલાનો, ધીરે ધીરે એનાથી ટેવાઈ જાય
પ્રેમને થાશે ના વશ એ પહેલાં, પ્રેમથી ધીરે નરમ પડતો જાય
નાથ્યો જ્યાં એ આખલાને, નૂતન નવનિર્માણ કરતો જાય
કાબૂમાં આવ્યો એ જેના, શક્તિ એની, એનાં ચરણે ધરતો જાય
કહ્યાગરો બની રહ્યો જેના હાથમાં, નવી મંઝિલ સર કરાવતો જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)