ડૂબી ગઈ ગમોમાં જ્યાં હર સાંજ, કરી રહ્યા ગમો જીવનને પરેશાન
હતી જીવનમાં મારા મારી પહેચાન, બદલાવી દીધી ગમોએ મારી પહેચાન
ચાહતો ના હતો થાવા કે કરવા હેરાન, કરી ગયા ગમો જીવનમાં મને હેરાન
રચી હતી હૈયામાં અનોખી ફૂલવાડી, કરી ગઈ જીવનમાં એને એ તો વેરાન
કદી જગાવી ગઈ હિંમત એવી હૈયામાં, બનાવી ગઈ એમાં એ તો હેવાન
વાત વાતમાં ગયા મૂંઝારા વધતા, મળ્યા ના જ્યાં એનાં કોઈ સમાધાન
આવતી રહી જીવનમાં ગમોની રફતાર, કે કરી જીરવું, છું મામૂલી ઇન્સાન
છવાઈ ગયા ગમો જીવનમાં એવા, બની ગયો જીવનમાં જાણે ગમોનો કિસાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)