હશે ચાલવું રાખી મસ્તક ઊંચું જીવનમાં, તડકા ને તોફાનો પડશે સહેવાં
જીવનમાં તો એને ના અહંના તો નિશાન બનવાને બનવા તો દેવા
મનની મોકળાશ ને હૈયાની ઉદારતાથી, જીવનને નિત્ય એમાં ડુબાડી રાખવા
દુઃખદર્દ બન્યાં હોય ભલે જીવનના શ્વાસો, હૈયાને ના એમાં તણાવા દેવા
દુર્ગુણોને તો પડશે ત્યજવા, પડશે સદ્ગુણોને તો હૈયામાં તો વસવા દેવા
અહંકારના અંધારા કૂવામાં ડૂબી, પ્રકાશ જીવનના શાને એમાં તો ખોવા
આસક્તિ માયાની તોડીને જીવનમાં, દ્વાર મુક્તિનાં શાને તો ના ખોલવાં
જાતને અસંતોષના ઝેરથી બચાવી, અસંતોષનાં પીણાં જીવનમાં શાને પીવાં
જીવનમાં હિંમતના શ્વાસો લેવા, પીણાં ખુમારીના તો નિત્ય પીવાં
વહે તેજ નજરમાંથી તો સત્યના, નજરમાંથી સત્યનાં તેજ તો પાથરવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)