ક્યારે ને શેમાં થયું જીવનમાં, તને હવે તો બહુ થયું (2)
દુઃખ જીરવાયા ના જીવનમાં, ત્યારે હૈયાંમાં તો થયું, હવે તો બહુ થયું
ભરી ભરી ભાવો હૈયેથી આવકાર્યા, મળી બદલામાં અવહેલના, લાગ્યું ત્યારે
કર્યા કાર્યો પ્રેમથી, સર્વેના, મળી ના પ્રશંસા, મળ્યા શબ્દો અપમાનના
નીચોવી પ્રેમથી હૈયું દીધું જેને, રઝળતું ને રઝળતું એણે રાખ્યું
ના ભાવ હૈયાંમાં જેના કાજે, એના માટે ઘસાતા ને ઘસાતા રહેવું પડયું
કર્યા ઉજાગરા દિનરાત, મળ્યા ના પરિણામ એના ધાર્યા એવા જયાં
કુસંગને કુસંગમાં ભૂલ્યા ભાન, ખોયા જીવનમાં, એમાં બધા માન
તડપન જાગી હૈયાંમાં અપાર, આવ્યા ના દર્શન દેવા ત્યાં દીનાનાથ
દિન ને રાત જગમાં, ભાગ્ય રહ્યું જીવનમાં તો સતાવતુંને સતાવતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)