ખેંચી રહી વાદળીઓને તો હવા, કંઈક રડી વરસી ગઈ એમાં
કંઈક ગઈ ખેંચાઈ એમાં, કંઈક વેરણછેરણ બની ગઈ એમાં
કંઈક રોષે ભરાઈ, બની વીજળી ચમકી ગઈ તો એ આકાશમાં
કર્યા કંઈકે ગડગડાટ મોટા, કર્યો વ્યક્ત પ્રતિકાર તો એમાં
રોતી રોતી વાદળી, રહી કરી અરજ એ તો શામળિયાને
પૂર્યા હતા ચીર તેં તો દ્રૌપદીના, છે ચૂપ આજ કેમ તું આમાં
શામળિયો ચડયો વહારે વાદળીઓના, ઓઢાડી એણે કાળી કામળી
ઓઢી શ્યામળ કામળી, થઈ એકત્ર સહુ વાદળીઓ તો એમાં
બન્યું શ્યામળ ત્યાં આકાશ, ગઈ છવાઈ ધરતી પર ઉદાસીનતા
બન્યા હૈયાં આર્ત ત્યાં ધરતીના, વાદળ રેયાં હૈયાંફાટ એમાં
દીધો સૂરજદેવને રસ્તો એણે, તો વાદળીઓએ, પડયો પ્રકાશ એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)