રાતના અંધારાને પલટાવ્યા, પાથર્યા અજવાળા તેં પળવારમાં
પ્રભુ, જગમાં તું તો ના કરે એટલું ઓછું (2)
કરે મૂંગાને તો તું બોલતા, અપંગ લૂલાને કરો પહાડ ચડતા - તું...
અજ્ઞાનીને પણ જ્ઞાની બનાવે, બલહીનને બનાવે તું શક્તિમાન - તું...
અવિશ્વાસથી ભરેલા હૈયાંમાં, પ્રગટાવે તું તો શ્રદ્ધાનું ઝરણું - તું...
મડદામાં પણ પ્રાણ પૂરે, પળવારમાં હરે પ્રાણ તો તું - તું...
ગરીબને કરે તું તવંગર ને તવંગરને કરે કંગાળ જગમાં તું - તું..
કદી આશાઓના પ્રાણ પૂરે, કદી નિરાશામાં પ્રાણહીન કરે તું - તું...
ખેલ ખેલે માનવ તો જગમાં, બદલી નાખે ખેલ જગમાં એના તું - તું...
પામરતામાં ડૂબેલા માનવને પળમાં પ્રતિષ્ઠિત બનાવે તો તું - તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)