આવે, આવે ને આવે, રોજ એ તો રોજ આવે, માડી તારા આવ્યાના રે સોણલા
દિન પર તો દિન વીતે, વીતે એ તો ખાલી, દર્શન બન્યા તારા દોહ્યલા
દિન પર દિન તો એવા વીતે, તારા દર્શન વિના એ તો ખાલી રહે
દિવસે એવા તો વીતતા જાય, મારા કોમળ હૈયાંને એ તો વીંધતા રહે
સોણલા તારા ઘેરા બને જ્યાં, તારી સંગતનો સંગ એ તો આપે
બદલાવી પરિસ્થિતિ આપે તો યાદ તારી, જાય આપી તારા એ સોણલા
દિલ રડે ને અવાજ ના ઊઠે, અવાજ તોયે એ તો તારી પાસે પહોંચે
દુઃખદર્દ જીવનના, છુપાવી, હૈયાંમાં માણવા છે જીવનમાં તારા સોણલા
હૈયું નિત્ય પુકારે તને, રહ્યું છે જોઈ રહી નિત્ય એ તો તારી વાટ
આજે આવશે, આજે આવશે તું માડી, તારા આવ્યાના આવે નિત્ય સોણલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)