ના વખાણવા જેવા તો છે, છે જીવન અમારા તો એવાં છે
રીઢા થઈ ગયા છીએ જીવનથી એવા, ના સુધારા એમાં થયા છે
રહ્યાં ને રહ્યાં કરતા દાસત્વ વૃત્તિઓનું, ના મુક્તિના દર્શન મળ્યા છે
પડી ગયું છે અસત્ય કોઠે જીવનમાં, દર્શન સત્યના દુર્લભ બન્યા છે
હરેક શ્વાસમાં છે પીડા પંડની કે અન્યની, જીવનને પીડાનું ધામ બનાવ્યું છે
રસ્તા સાચા કે ખોટા કર્યા ના પ્રયાસ જીવનમાં એ તો કર્યા છે
બહાદુરી ગઈ સરકી જીવનમાંથી, કસોટીએ અમને તો નમાવ્યા છે
અનેક ઉછાળાઓ જોયા જીવનમાં, અનેક ઉછાળાઓ આવતા રહ્યાં છે
સમય રહ્યો છે વીતતો, વીતી રહ્યું છે જીવન, ના બદલી એમાં આવી છે
વખાણ કરું તો શેના કરું, જ્યાં જીવન અમારા તો એવાં છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)