મમતા ભરી મહોબતની મીઠાશમાં જીવનમાં મહાન તો થઈ ગયો
એની મીઠાશમાં ને મીઠાશમાં, જીવનનું સાન ભાન તો ભૂલી ગયો
આંખની ઊંડાણમાં એની જ્યાં પ્રવેશ્યો, એમાં ને એમાં ખોવાઈ ગયો
ખોવાઈ જવું તો એમાં છે મંઝિલ જીવનની, દૂર કેમ એનાથી રહ્યો
સમય સમય પર ફૂટી પ્રેમની સરવાણી, કેમ ના એને જીરવી શક્યો
ખોવાવું એમાં છે જીવનની મંઝિલ, ખોવાવામાં તો કેમ ગભરાઈ ગયો
ખોવાવું છે અંતિમ સત્ય જીવનનુ, શોધવા પહેલા માયામાં કેમ લપેટાઈ ગયો
દુઃખદર્દને બાંધી જીવનભર, એની આસપાસ તો કેમ ફરી રહ્યો
સુખ સંપત્તિ આરાધવામાં, એના મૂળ પ્રભુને, આરાધવું કેમ ભૂલી ગયો
વહાવે છે પ્રભુ અવિરત પ્રેમની ધારા કેમ ના એમાં તો નાહી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)