ઊંડે ઊંડે હૈયાંના પાતાળમાંથી, ફૂટશે જ્યાં પ્રેમની સરવાણી
હૈયાંમાં તો ત્યારે, અપાવી જાશે યાદ એ તો સર્જનહારની
ભરી ભરી પીશે જ્યાં પ્યાલા અને જાગશે યાદ તો એમાં પ્રભુની
એના બુંદે બુંદમાં હશે તો મસ્તી પ્રભુની, ઝૂમશે પ્રભુમાં મસ્ત બની
રહેજે તો પીતો એના પ્રેમના પ્યાલા, પાજે સહુને એના પ્રેમની પ્યાલી
જઈશ બની દીવાનો એનો જાશે તો એમાં નયનો બની એની દીવાની
ગુંજશે હૈયાંમાં જ્યાં નામ એનું, દેશે હૈયાંને તો એ એનું ધામ બનાવી
એના ગુંજને ગુંજને, તાર હૈયાંના તો જાશે એમાં તો ઝણઝણી
કરતા કરતા યાદ એને, જાશે હૈયું એમાં દર્દની દુનિયા ભૂલી
નાની નાની ફૂટશે અનેક સરવાણી, ગણતરી એની ક્યાંથી કરવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)