ભીંસમાં, ભીંસમાં, ભીંસમાં રે માનવ રહેંસાઈ રહ્યો છે કોઈને કોઈ ભીંસમાં
ગઈ છે વધી ભીંસ ચારે બાજુથી, ગયો છે બદલાઈ માનવ તો એમાં
ગઈ છે ભીંસ એટલી વધી, બેઠો છે ખોઈ જીવનની શક્તિ તો એમાં
દુઃખ વિનાના પડે ના કોઈ ડગલાં, પાડી નથી શકતો ચીસ તો એમાં
રહ્યાં પ્રકારો ભીંસના ભલે જુદા, જીવી રહ્યો છે માનવ તો ભીંસમાં
વખાણવી કઈ ભીંસને, દબાતોને દબાતો આવ્યો છે જ્યાં એ તો એમાં
હોય ભીંસ ભલે પ્યારની લાગે ભલે પણ મીઠી લે છે એ તો ભીંસમાં
ઇચ્છાની ભીંસથી નથી અજાણ્યા, લે છે ભલભલાને એ તો ભીંસમાં
વિચારોની ભીંસથી કોણ છે અજાણ્યું, રહ્યાં છે કોઈ કોઈ વિચારની ભીંસમાં
વધે ભાવની ભીંસ જ્યાં હૈયાંમા, વહ્યાં આંખથી આંસુઓ ત્યારે તો એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)