ઝૂંટવી લઈશ ભાગ્ય મારું, તારા હાથમાંથી રે પ્રભુ
આખર તો હું, આખર તો હું, તારું તો સંતાન છું
ઝૂકીશ ના હું ભાગ્ય સામે, એની સામે લડવાને તૈયાર છું
પાડી હસ્તમાં રેખા, કર્મો સામે ના ઈલાજ બન્યા તમે પ્રભુ
હૈયાં ઉપર પાડીશ રેખા એવી, ભૂંસી ના શકશો કર્મો કે તમે પ્રભુ
છે લડત મારી, મારા કર્મો સામે, ભાગ્ય સામે, ઝૂકી ના જઈશ એમાં હું
જાણ્યે અજાણ્યે કર્યા કર્મો, બંધાયો એમાં, છૂટીશ એમાંથી હવે હું
પૂર્યું છે ચેતન તમે તનડાંમાં, જીવીશ ચેતનવંતું જીવન એમાં હું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)