કરીશ લાખ કોશિશો પ્રભુથી છુપાવાની, કોશિશો તારી બેકાર જવાની
હજારો નેત્રોથી નીરખે છે જે જગને, કોશિશો કામિયાબ નથી રહેવાની
અંતરમાં એ વસ્યો, બહાર એ રહ્યો, છોડ કોશિશો અલગ રહેવાની
રચ્યું છે જગ તો જેણે, ડગલેને પગલે, જરૂર જીવનમાં એની પડવાની
છે સહુથી એ મોટો, રહ્યો બનીને નાનો, બરોબરી એની ના કોઈથી થવાની
છે ના કાંઈ નજર બહાર એના, કર ના કોશિશ તો એનાથી છુપાવવાની
છેતરીશ તું જગને, છેતરીશ તારી જાતને, નજર એની નથી છેતરાવાની
છેતરવા જાતા જોજે તો હૈયાંમાં, ખોટી ગાંઠ તો ના બંધાવાની
નિત્ય કરશે જો કોશિશો છેતરવાની, છે ભય આદત એની પડવાની
કરતા કરતા કોશિશો છેતરવાની, ખોઈ બેસીશ નિખાલસતા હૈયાંની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)