વિવેક ભૂલી, બુદ્ધિ ત્યજી, જીવનમાં આ તું શું કરવા બેઠો
ઇર્ષ્યાનો અગ્નિ પ્રગટાવી હૈયાંમાં, ખીચડી જીવનની પકવવા શાને બેઠો
મનમેળ ભૂલી, જેમ તેમ વર્તી જીવનમાં, આ તું શું કરવા તો બેઠો
ક્રોધાગ્નિ પ્રગટાવી હૈયાંમાં, ભાખરી સ્નેહની, શાને શેકવા બેઠો
આરંભે બની શૂરા, કાર્યો મૂકી અધૂરા, જીવનમાં આ શું તું કરવા બેઠો
કરી ના આળસની પકડ ઢીલી, જીવનમાં ઘણું ઘણું તું ખોઈ બેઠો
વેરનો અગ્નિ પ્રગટાવી હૈયાંમાં, જીવનમાં તું આ શું કરવા બેઠો
જીવનમાં સહુનો તો સાથ ગુમાવી, જગમાં એકલો થઈ તું બેઠો
ડગલે પગલે પ્રેમની અવહેલના કરી, જીવનમાં આ તું શું કરવા બેઠો
પ્રેમનો રહી રહીને તરસ્યો, જગમાં જીવન લુખ્ખું કરી તું બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)