કહેવી મારે કોને, કહીએ ના જો તને, હૈયાંની મારી વાતલડી
રહ્યો છું કહેતો ને કહેતો, રહીશ તને, વ્હાલી મારી માવલડી
રહી છે દુઃખદર્દથી તો દુઝી જીવનમાં તો મારી આંખલડી
ચિંતાઓ ને ચિંતાઓમાં રહી છે વીતી મારી કંઈક રાતલડી
વહાવી વહાવી આંસુઓ જીવનમાં, ગઈ છે ભરાઈ એમાં તલાવડી
નિરાશાઓ ને નિરાશાઓમાં, ગઈ છે હલી માડી મારી નાવલડી
વહેલી વહેલી આવ મારે આંગણિયે, પહેરીને માડી પવન પાવલડી
કરું વિચાર માડી પ્રેમથી તારા, ઊછળે મારી એમાં તો છાતલડી
છું ભૂલ કરતો બાળક તારો, કરતી ના માડી આંખ ભરી રાતલડી
છું હું તો તારોને તારો, તું છે મારી ને મારી જાતી ના ભૂલી આ વાતલડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)