આજ શેનો છે ખળભળાટ, તારા અંતરમાં તો છે શેનો ખળભળાટ
શમ્યો નથી શું તારા અંતરમાં તો અજ્ઞાન ડરનો તો ફફડાટ
કેમ અટકી ગઈ છે સંસારતણી નાવડી તારી, ચાલતી હતી જે સડસડાટ
કર્યું ના કામ પૂરું તેં જીવનમાં, હતો જીવનમાં જ્યાં તારો તરવરાટ
આવ્યો જગમાં બાળક બની, હાસ્યમાં હતું, ખુલ્લા દિલનો ખીલખીલાટ
હતું કોમળ હૈયું તો તારું, થયો છે એમાં આજે શાનો ગંભીર સળવળાટ
ભૂલતો ના પ્રસરાવવી જીવનમાં તો તારા, સત્કર્મોનો તો મઘમઘાટ
લાગ્યો કયો ડંખ એવો, છે અંતરમાં તો ઊંડે ઊંડે એનો તો તમતમાટ
બેકાબૂ બની બેઠું છે એ તો શાને, છવાયો છે જીવનમાં એનો રઘવાટ
જોઈ હાલત તારી, ઊઠયો નથી શું, પ્રભુના હૈયાંમાં તો કોઈ કપકપાટ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)