આવી ગઈ હૈયાંમાં યાદ તારી જ્યાં, ખોવાઈ ગયો એમાં હું તો ત્યાં
નીકળ્યો શોધવા મને હું તો ત્યાં, શોધી ના શક્યો, બની ગયો મંઝિલ તો જ્યાં
બની ગયો આશિક મારો હું મોટો, સમજ્યો આ હું તો. ત્યારે તો ત્યાં
યાદે યાદે ખોવાતો ગયો જ્યાં, સંભાળી ના શક્યો મને હું તો ત્યાં
મળી યાદો, જડયું ના મૂળ એનું ત્યાં, ગયો પહોંચી એમાં હું તો ક્યાંને ક્યાં
છૂટી ના પકડ યાદોની તો જ્યાં, ના ફરી શક્યો પાછો એમાં હું ત્યાં
હતો હું ત્યાં છતાં હતો ના હું ત્યાં, સમજાયું ના હતો હું તો ક્યાં
ખોલવા ગયો દ્વાર મનના મારા, બની ગયો મારા મનનો કેદી તો ત્યાં
યાદે યાદે ભટક્યો મનના ભવનમાં, હતો ના ખાલી ખૂણો યાદ વિનાનો ત્યાં
ખોતો ગયો યાદે યાદે ભાન મારું, ગયો પહોંચી એમાં તો ક્યાંને ક્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)