સજ્યું હૈયાંએ તો યૌવન, આબોહવા એમાં તો બદલાઈ ગઈ
કરી વાદળો સાથે છેડછાડ જ્યાં, મોસમ ત્યાં બદલાઈ ગઈ
ચઢી નજરમાં ના હાજરી એની, ભરાઈ સઢમાં સફર બની ગઈ
કર્યા સાગર સંગ લાડ એણે જ્યાં, મોજા તો એ બની ગઈ
બની બેકાબૂ ફેલાઈ ધરતી પર, તોફાન એ તો બની ગઈ
મંદ મંદ વહી જ્યાં સરોવર તીરે, હાલરડું અનેરું એ ગાઈ ગઈ
કરી સફર જ્યાં એણે તપતા રણ ઉપરથી, અગન હૈયાંની બની ગઈ
થઈ પસાર લીલી હરિયાળી ઉપરથી, જગમાં એ બહાર બની ગઈ
હવા તનમાં શ્વાસ બનીને ગઈ, જગમાં તનની એ પ્રાણ બની ગઈ
હવા ચેતન બનીને જ્યાં વ્યાપી ગઈ, ત્યાં એ તો ચેતના બની ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)