નાની એવી ભૂલ હતી, લાવશે પરિણામ મોટું, ધારણા એવી ના હતી
પરિશ્રમ વિના રોનક ચાહી, જીવનમાં રાહ એ તો ભૂલ ભરેલી હતી
નસ નસમાં ભરેલી પ્રીત હતી, તોયે પ્રીત સ્વાર્થ વિના ખાલી ના હતી
જિંદગી તો મારી, મારી ના હતી, અનેક જિંદગીઓથી સંકળાયેલી હતી
જિંદગી ભૂલ ભુલામણીથી ભરેલી હતી, રાહ ધૂમ્મસથી તો છવાયેલી હતી
થાતી ને થાતી રહી ભૂલો સહજમાં, નાની નાની ત્યારે એ તો લાગી હતી
અટકી ના જ્યાં એ નાની ભૂલો, મોટીમાં તો એ પરિણમતી તો રહી
આશા વિનાની તો આશા સર્જાવી, નિરાશાની નજદીક જઈને એ અટકી
ભૂલોને ભૂલો તો વધતી ગઈ, પરિણામોની તો લંગાર ઊભી થાતી ગઈ
નાની ભૂલને જ્યાં ના અટકાવી, લાવશે પરિણામ આવું, ધારણા એવી ના હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)