નહીં નહીંને તો નાથવું છે, જીવનમાં હૈયાંમાંથી તો મારે
નાથ્યાં વિના તો જીવનમાં, તો કાંઈ શાંતિ મળશે નહીં
આ થાશે નહીં, તે થાશે નહીં, અજવાળવું નથી જીવનને એનાથી મારે
જીવન ઉત્કર્ષના સોપાન ચડવા છે મારે, નાથ્યા વિના ચડાશે નહીં
કરવું છે સર્વ કાંઈ જીવનમાં, નહીંના સંગી તો બનાશે નહીં
મળ્યા ના મળ્યામાં રહી સંતોષી દુઃખી એમાં તો થવાશે નહીં
જાગશે પ્યાર તો હૈયાંમાં, દર્દી પ્રભુને બનાવ્યા વિના રહેવાશે નહીં
સાંનિધ્યે જીરવવા છે ઝેર જીવનના, એના વિના જીરવાશે નહીં
ખોલી દેશું ભાવના દરવાજા, એના વિના પ્રભુ તો પમાશે નહીં
છે નહીંની મહેરબાની, એને નાથ્યા વિના બીજું ચાલશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)