અભિમાનમાં ને અભિમાનમાં, આવ્યું જીવનમાં તો શું હાથમાં
ચાલી આવડતની હોડ તો જીવનમાં, આવ્યું ના અભિમાન કામમાં
મળશે દુઃખદર્દની દવા, જાશે વેડફાઈ એ તો ખોટા અભિમાનમાં
જાગે માનની ઝંખના હૈયાંમાં, જાજે ચેતી, સરી ના જવાય અભિમાનમાં
બાંધતો ના બંધ અભિમાનના, જીવનમાં તો તારા પ્રેમમાં
ગુમાવીશ સાથ ને સાથીદારો જીવનમાં, ડૂબીશ જ્યાં અભિમાનમાં
ત્યજી નમ્રતા, શાને લીધો તો તે રસ્તો અભિમાનનો જીવનમાં
વાણી ને વર્તનમાં પ્રગટે જ્યાં અભિમાન, થાશે બેહાલ જીવનમાં
કુદરત લેશે શાંખી, ચલાવશે ના પ્રભુ, ખોઈ લંકા રાવણે અભિમાનમાં
વેર ને ઇર્ષ્યા આવશે ત્યાં સાથ દેવા, રહ્યું સહ્યું દુઃખ વધારવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)