શું થયું ને શું ના થયું, કેમ થયું ને કેવું થયું
ના થવા જેવું બધું થયું, કહું હવે એમાંથી તો કેટલું
દુઃખદર્દની દુનિયા ભૂલું ના ભૂલું, નવું આવી રહે ઊભું
સમજાશે વાત મારી ભલે તમને, કિસ્મત ના એ સમજ્યું
ચાલુ ના ચાલુ જીવનમાં જ્યાં થોડું, કિસ્મત દ્વાર રોકી ઊભું
મનાવું ને મનાવું જીવનને, જીવન ના એમાં માન્યું
સુખદુઃખ હતું અંગ જીવનનું, રહ્યું જીવન એમાં વીતતું
સમજાશે વાત મારી ભલે તમને, કિસ્મત ના એ સમજ્યું
થઈ ના ઇચ્છાઓ પૂરી, રહી જાગતી એ વધુને વધુ
કરી ના શકું ઇચ્છાઓ પૂરી, લાચારી એમાં વધુ અનુભવુ
સંજોગે સંજોગે ઊઠયા વમળો જીવનમાં, કોને જઈને એ કહેવું
સમજાશે વાત પાત ભલે તમને, કિસ્મત ના એ સમજ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)