Hymn No. 7920 | Date: 22-Mar-1999
એક નાની અમથી વાત હતી, સીધી સાદી વાત હતી, ના કોઈ એમાં પંચાત હતી
ēka nānī amathī vāta hatī, sīdhī sādī vāta hatī, nā kōī ēmāṁ paṁcāta hatī
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1999-03-22
1999-03-22
1999-03-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17907
એક નાની અમથી વાત હતી, સીધી સાદી વાત હતી, ના કોઈ એમાં પંચાત હતી
એક નાની અમથી વાત હતી, સીધી સાદી વાત હતી, ના કોઈ એમાં પંચાત હતી
ના દુઃખના એમાં તો વિલાપ હતા, ના સુખના તો કોઈ આલાપ હતા
નીકળી હતી હૈયાંમાંથી એ તો, દૂર દૂર હૈયાં સુધી પહોંચાડવાની હતી
પરિશ્રમની સુગંધ પ્રસરાવતી, ના કોઈ ફળની અપેક્ષા એમાં ભરેલી હતી
લઈ પ્રેમનો સંદેશો, ઝીલનાર હૈયાંને શોધતી એવી તો એ વાત હતી
જીવનમાં ફોરમ ફેલાવતી, હૈયાંમાં આનંદ રેલાવતી, એવી તો એ વાત હતી
જીવવાની જડીબૂટ્ટી હતી, ના જીવનથી દૂર લઈ જનારી, એવી તો એ વાત હતી
ના કોઈ એમાં ફરિયાદ હતી, ના સ્વપ્ના સર્જાવનારી, એવી તો એ વાત હતી
ના ઇર્ષ્યાની ગંધ એમાં હતી, વાસ્તવિક્તાની પહેચાન હતી, એવી તો એ વાત હતી
ના કર્મથી તો એ દૂર હતી, ના પ્રારબ્ધથી સંકળાયેલી એવી એ તો વાત હતી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka nānī amathī vāta hatī, sīdhī sādī vāta hatī, nā kōī ēmāṁ paṁcāta hatī
nā duḥkhanā ēmāṁ tō vilāpa hatā, nā sukhanā tō kōī ālāpa hatā
nīkalī hatī haiyāṁmāṁthī ē tō, dūra dūra haiyāṁ sudhī pahōṁcāḍavānī hatī
pariśramanī sugaṁdha prasarāvatī, nā kōī phalanī apēkṣā ēmāṁ bharēlī hatī
laī prēmanō saṁdēśō, jhīlanāra haiyāṁnē śōdhatī ēvī tō ē vāta hatī
jīvanamāṁ phōrama phēlāvatī, haiyāṁmāṁ ānaṁda rēlāvatī, ēvī tō ē vāta hatī
jīvavānī jaḍībūṭṭī hatī, nā jīvanathī dūra laī janārī, ēvī tō ē vāta hatī
nā kōī ēmāṁ phariyāda hatī, nā svapnā sarjāvanārī, ēvī tō ē vāta hatī
nā irṣyānī gaṁdha ēmāṁ hatī, vāstaviktānī pahēcāna hatī, ēvī tō ē vāta hatī
nā karmathī tō ē dūra hatī, nā prārabdhathī saṁkalāyēlī ēvī ē tō vāta hatī
|